id
related bits
0
processing priority
4
site type
3 (personal blog or private political site, e.g. Blogspot, Substack, also small blogs on own domains)
review version
11
html import
20 (imported)
first seen date
2025-02-08 23:13:17
expired found date
-
created at
2025-02-08 23:13:16
updated at
2025-07-12 10:26:45
length
21
crc
58381
tld
2211
nm parts
0
nm random digits
0
nm rare letters
0
is subdomain of id
13642151 (wordpress.com)
previous id
0
replaced with id
0
related id
-
dns primary id
0
dns alternative id
0
lifecycle status
0 (unclassified, or currently active)
deleted subdomains
0
page imported products
0
page imported random
0
page imported parking
0
count skipped due to recent timeouts on the same server IP
0
count content received but rejected due to 11-799
0
count dns errors
0
count cert errors
0
count timeouts
0
count http 429
0
count http 404
0
count http 403
0
count http 5xx
0
next operation date
2025-03-26 20:46:19
server bits
—
server ip
-
mp import status
20
mp rejected date
-
mp saved date
-
mp size orig
200811
mp size raw text
38590
mp inner links count
2
mp inner links status
10 (links queued, awaiting import)
title
AJAY OZA
description
Creations
image
site name
AJAY OZA
author
updated
2026-02-27 20:47:43
raw text
AJAY OZA | Creations AJAY OZA Creations Home RSS પહેલાં અને પછી વાર્તા-અજય ઓઝા 06 Jul ટ્રેન ઉપડી, ને બરાબર એ જ સમયે તે આવીને મારી સામેની બારી પાસેની સીટ પર ગોઠવાઈ ગઈ. ઘડીભર તો હું જોઈ જ રહ્યો. શિવાની ? આંખ માની ન શકે. આ એ જ હશે ? ન જ હોય, હોય જ ન શકે. જોકે લાગે છે તો એવી જ, અદ્દલ એવી જ. જરાયે બદલાઈ નહિ હોય ! સહેજ પણ ! બિલકુલ એવી ને એવી જ લાગે છે, જેવી એ પહેલાં હતી. કેટલાક લોકો પહેલા અને પછી પણ.. બદલાતા હોતા નથી. ના ના, એ નહિ હોય. ભલે એના જેવી લાગે. પણ એ જ હોય એવું બને નહિ. આની સાથે તો એનો પતિ અને એક બાળકી પણ હોય એવું લાગે છે. ઘણી વાર આપણી આંખ પણ ધોખો આપી દે છે. પહેલી નજરના પ્રેમમાં પણ એવું જ તો બનતું હોય છે, નહિ ! દેખાય એના જેવી પણ અવાજ કદાચ અલગ હોય. પણ એ કેમ ખબર પડે ? કશુંક બોલે તો.. ‘ગાડી આજે સમયસર છે… નહિ ?’ મારા વિચારો પામી ગઈ હોય એમ એ બોલી. હું સહેજ કંપી ગયો.. એ જ.. બિલકુલ એ જ અવાજ. એ જ લહેકો.. અરે… આ તો એ જ છે ! શિ..વા..ની..! હું અચાનક આવી પડેલા એના સવાલ પર ધ્યાન દઉં કે એના અવાજ પર ફોકસ કરું, એ નક્કી જ ન કરી શક્યો ! ‘હે.. ? હા… સમયસર જ હોય છે હમણાંથી.’ હું બો...
redirect type
31 (document.location)
block type
0 (no issues)
detected language
126 (language undetectable (empty document, too short, or engines disagree))
category id
Pozostałe (16)
index version
1
spam phrases
0
text nonlatin
26084
text cyrillic
0
text characters
18210
text words
12220
text unique words
1066
text lines
496
text sentences
409
text paragraphs
116
text words per sentence
29
text matched phrases
0
text matched dictionaries
0
links self subdomains
0
links other subdomains
0
links other domains
0
links spam adult
0
links spam random
0
links spam expired
0
links ext activities
0
links ext ecommerce
0
links ext finance
0
links ext crypto
0
links ext booking
0
links ext news
0
links ext leaks
0
links ext ugc
34 - s0.wp.com, wp.me, s1.wp.com, wordpress.com, gravatar.com, mukeshsojitracom.wordpress.com, axaypatra.wordpress.com
links ext klim
0
links ext generic
0
dol status
0
dol updated
2026-02-27 20:47:43
rss status
32 (unknown)
rss found date
2025-02-08 23:13:20
rss size orig
56716
rss items
10
rss spam phrases
0
rss detected language
126 (language undetectable (empty document, too short, or engines disagree))
inbefore feed id
-
inbefore status
0 (new)
sitemap path
sitemap status
40 (completed successful import of reports.txt file to table in_pages)
sitemap review version
2
sitemap urls count
57
sitemap urls adult
0
sitemap filtered products
0
sitemap filtered videos
0
sitemap found date
2025-02-08 23:13:20
sitemap process date
2025-03-28 11:52:58
sitemap first import date
-
sitemap last import date
2025-07-12 10:26:45