id
processing priority
4
site type
3 (personal blog or private political site, e.g. Blogspot, Substack, also small blogs on own domains)
review version
11
html import
20 (imported)
first seen date
2024-09-21 07:41:41
expired found date
-
created at
2024-09-21 07:41:41
updated at
2026-02-21 11:19:04
length
22
crc
58825
tld
2211
nm parts
0
nm random digits
0
nm rare letters
0
is subdomain of id
13642151 (wordpress.com)
previous id
0
replaced with id
0
related id
-
dns primary id
0
dns alternative id
0
lifecycle status
0 (unclassified, or currently active)
deleted subdomains
0
page imported products
0
page imported random
0
page imported parking
0
count skipped due to recent timeouts on the same server IP
0
count content received but rejected due to 11-799
0
count dns errors
0
count cert errors
0
count timeouts
0
count http 429
0
count http 404
0
count http 403
0
count http 5xx
0
next operation date
-
server bits
—
server ip
-
mp import status
20
mp rejected date
-
mp saved date
-
mp size orig
150085
mp size raw text
5431
mp inner links count
21
mp inner links status
20 (imported)
title
તમારું મનન એજ મારું કવન હો!
description
~ પ્રા. દિનેશ પાઠક
image
site name
તમારું મનન એજ મારું કવન હો!
author
updated
2026-02-17 04:11:48
raw text
તમારું મનન એજ મારું કવન હો! | ~ પ્રા. દિનેશ પાઠક તમારું મનન એજ મારું કવન હો! ~ પ્રા. દિનેશ પાઠક મુખપૃષ્ઠ મારો પરિચય મારાં પ્રવચનો મારાં પુસ્તકો (e-books) લેખમાળા સંગીત સંગ્રહ સંભારણાં મે 7 થાળ Posted on મે 7, 2024 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય (રંગ અવધૂત મહારાજનો થાળ) રંગ અવધૂત મારા રંગ અવધૂત, ભિક્ષા લેવાને વહેલા આવજો . . . જાગ્યાં મારા ભાગ્ય વ્હાલા ખૂલ્યાં મારા ભાગ્ય, પાવન કરવાને વહેલા આવજો . . . ચોખા ને મગની ખીચડી આપ તો આરોગતા, ભાજી કે શાક તમે સંગે આરોગતા, ચર્ચા નહિ સ્વાદની કૈં ગનતા પ્રસાદ . . . ભિક્ષા . . . ચાહું કે ભિક્ષા દેવી વિધવિધ ભોજનજી, બરફી ઘેબર ને પેંડા જલેબીની વાનગી, લાડુ ને માલપૂઆ વેઢમી સંગાત . . . ભિક્ષા . . . મૈસુર ને દૂધપાક સાથે ઉત્તમ શીખંડ હો, કેરીનો રસ ને સાથે હલવાસન પાક હો, સુતરફેણી પણ પીરસું લેજો આસ્વાદ . . . ભિક્ષા . . . બાસમતી ભાત સાથે ખીચડી બનાવું, ચોળાફળી ને રીંગણ, સુરણનું શાક લાવું, બટાકા ટમેટાનું રસદાર શાક . . . ભિક્ષા . . . વિધવિધ ફરસાણ પણ મેં છે બનાવ્યાં, વિધવિધ સરીતાઓનાં જળ પણ મેં છે આ...
redirect type
31 (document.location)
block type
0 (no issues)
detected language
126 (language undetectable (empty document, too short, or engines disagree))
category id
Non-Latin articles (251)
index version
2025123101
spam phrases
0
text nonlatin
2709
text cyrillic
0
text characters
2653
text words
1413
text unique words
321
text lines
256
text sentences
57
text paragraphs
7
text words per sentence
24
text matched phrases
0
text matched dictionaries
0
links self subdomains
0
links other subdomains
0
links other domains
3 - bit.ly, feedjit.com
links spam adult
0
links spam random
0
links spam expired
0
links ext activities
0
links ext ecommerce
0
links ext finance
0
links ext crypto
0
links ext booking
0
links ext news
0
links ext leaks
0
links ext ugc
35 - s0.wp.com, wp.me, s1.wp.com, wordpress.com, facebook.com, harshad30.wordpress.com, samhindu.wordpress.com
links ext klim
0
links ext generic
0
dol status
0
dol updated
2026-02-17 04:11:48
rss status
32 (unknown)
rss found date
2024-09-23 20:16:23
rss size orig
19782
rss items
5
rss spam phrases
0
rss detected language
126 (language undetectable (empty document, too short, or engines disagree))
inbefore feed id
-
inbefore status
0 (new)
sitemap path
sitemap status
40 (completed successful import of reports.txt file to table in_pages)
sitemap review version
2
sitemap urls count
491
sitemap urls adult
0
sitemap filtered products
0
sitemap filtered videos
0
sitemap found date
2024-09-25 03:35:13
sitemap process date
2024-09-25 03:35:14
sitemap first import date
-
sitemap last import date
2025-12-30 02:50:05