id
related bits
0
processing priority
4
site type
3 (personal blog or private political site, e.g. Blogspot, Substack, also small blogs on own domains)
review version
11
html import
20 (imported)
first seen date
2025-01-13 05:55:22
expired found date
-
created at
2025-01-13 05:55:22
updated at
2025-07-27 21:47:01
length
21
crc
24827
tld
2211
nm parts
0
nm random digits
0
nm rare letters
0
is subdomain of id
13642151 (wordpress.com)
previous id
0
replaced with id
0
related id
-
dns primary id
0
dns alternative id
0
lifecycle status
0 (unclassified, or currently active)
deleted subdomains
0
page imported products
0
page imported random
0
page imported parking
0
count skipped due to recent timeouts on the same server IP
0
count content received but rejected due to 11-799
0
count dns errors
0
count cert errors
0
count timeouts
0
count http 429
0
count http 404
0
count http 403
0
count http 5xx
0
next operation date
-
server bits
—
server ip
-
mp import status
20
mp rejected date
-
mp saved date
-
mp size orig
125240
mp size raw text
7388
mp inner links count
21
mp inner links status
10 (links queued, awaiting import)
title
અભિવ્યક્તિ...
description
મારી ગુજરાતી કવિતાઓ
image
site name
અભિવ્યક્તિ...
author
updated
2026-03-04 08:29:36
raw text
અભિવ્યક્તિ... | મારી ગુજરાતી કવિતાઓ અભિવ્યક્તિ… મારી ગુજરાતી કવિતાઓ મુખ્ય પૃષ્ઠ About એક સાંજ જૂન 25, 2009 ધીમી ધીમે સાંજ ઢળે આંગણામાં ખુરશી ઢાળીને કોઈ આથમતા સૂરજના કિરણો સંગાથ હવે રાત્રિના આગમનનો હળુ હળુ કરે છે સ્વીકાર નિર્વિકાર. પડોશીની અગાશીએ મોર જોયા કરે હળવેથી એમ થોડી વાર… તેને પણ ઘર હશે તેને પણ હશે એક પોતીકો આવાસ હશે કશું દૂર કે નજીક… હશે હશે સમયની સાન…. તેને પણ કરવાનું હશે કૈં પ્રયાણ પવનની લહરોમાં સામે ઘેર દાદીમાઓ ઓટલે બેસીને ભેળાં ગાઈ રહ્યાં સહજનું ગાન…. શહેર ને ગામડાની અડોશને પડોશની દિવાલની આરપાર ઓગળતું ઓગળે આ અગમને નિગમનું જ્ઞાન સૂરજ ને તારકોનો કોને કોનો મળી રહે સફળ સંગાથ… જોઈ લીધું જાણી લીધું કરવાનું પુરું કીધું… અને હવે ખુરશીમાં બેઠા બેઠા કરે કોઈ સકલ સ્વીકાર નિર્વિકાર…. – ધૈવત શુક્લ 17.06.2009 Posted by Dhaivat Shukla Filed in કવિતા , કાવ્ય , ગુજરાતી , Gujarati 16 ટિપ્પણીઓ » ગમતાને ગમવાનું…. માર્ચ 12, 2009 ભમતા ને ભમવાનું, રમતાને રમવાનું. જમતાને જમવાનું, વમતાને વમવાનું. દમતાને દમવાનું, નમતાને નમવાનું. શમતાને શ...
redirect type
0 (-)
block type
0 (no issues)
detected language
126 (language undetectable (empty document, too short, or engines disagree))
category id
Pozostałe (16)
index version
1
spam phrases
0
text nonlatin
4058
text cyrillic
0
text characters
3542
text words
1973
text unique words
371
text lines
368
text sentences
59
text paragraphs
7
text words per sentence
33
text matched phrases
0
text matched dictionaries
0
links self subdomains
0
links other subdomains
0
links other domains
2 - kadakmithi.com
links spam adult
0
links spam random
0
links spam expired
0
links ext activities
0
links ext ecommerce
0
links ext finance
0
links ext crypto
0
links ext booking
0
links ext news
0
links ext leaks
0
links ext ugc
33 - s0.wp.com, wp.me, s1.wp.com, wordpress.com, gravatar.com, axaypatra.wordpress.com
links ext klim
0
links ext generic
0
dol status
0
dol updated
2026-03-04 08:29:36
rss status
32 (unknown)
rss found date
2025-01-13 05:55:23
rss size orig
30107
rss items
10
rss spam phrases
0
rss detected language
12 (Slovak)
inbefore feed id
-
inbefore status
0 (new)
sitemap path
sitemap status
40 (completed successful import of reports.txt file to table in_pages)
sitemap review version
2
sitemap urls count
25
sitemap urls adult
0
sitemap filtered products
0
sitemap filtered videos
0
sitemap found date
2025-01-13 05:55:23
sitemap process date
2025-02-22 02:35:01
sitemap first import date
-
sitemap last import date
2025-07-27 21:47:01