id
related bits
0
processing priority
4
site type
3 (personal blog or private political site, e.g. Blogspot, Substack, also small blogs on own domains)
review version
11
html import
20 (imported)
first seen date
2025-04-19 22:12:32
expired found date
-
created at
2025-04-19 22:12:32
updated at
2026-03-11 04:42:54
length
21
crc
61589
tld
2211
nm parts
0
nm random digits
0
nm rare letters
0
is subdomain of id
13642151 (wordpress.com)
previous id
0
replaced with id
0
related id
-
dns primary id
0
dns alternative id
0
lifecycle status
0 (unclassified, or currently active)
deleted subdomains
0
page imported products
0
page imported random
0
page imported parking
0
count skipped due to recent timeouts on the same server IP
0
count content received but rejected due to 11-799
0
count dns errors
0
count cert errors
0
count timeouts
0
count http 429
0
count http 404
0
count http 403
0
count http 5xx
0
next operation date
-
server bits
—
server ip
-
mp import status
20
mp rejected date
-
mp saved date
-
mp size orig
97579
mp size raw text
7494
mp inner links count
49
mp inner links status
20 (imported)
title
સ્પંદનના ઝરણાં......
description
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ
image
site name
સ્પંદનના ઝરણાં......
author
updated
2026-03-09 17:45:46
raw text
સ્પંદનના ઝરણાં...... | જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ સ્પંદનના ઝરણાં…… જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ સપ્ટેમ્બર 20 અક્ષર-મૂકેશ વૈદ્ય 8 ટિપ્પણીઓ અક્ષર મને સાંધે મારા શૈશવ સાથે. પલકારામાં દિવસ વધીને વરસો થાય – એ વેગમાં અવિરત ચાલ્યા કરવાનું ઘડીભર હાંફ ઉતારવા ડોકિયું કરું ને ઉઝરડાઓમાંથી વહી રહેલું અસ્તિત્વ મને દેખાય. દેખાય વહી જતો સમય ને હું હું ક્યાં હતો ? કાળી અંધારી ભોંય ઉપર આંકી શકું જો એકાદ લસરકો ઉજાસનો તો ઊઘડે રસ્તો કદાચ. -મૂકેશ વૈદ્ય Categorized in કવિતા અને ગુજરાતી સપ્ટેમ્બર 06 થાક્યો – ભગવતીકુમાર શર્મા ટિપ્પણી આપો આ કારણ-અકારણ અજંપાથી થાક્યો; હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો. ન દેખાય છે ડુગડુગી કે ન ચાબુક; અગોચર, અનાહત તમાશાથી થાક્યો. બુલેટોની ફૂટતી નથી ધણધણાટી; નિરંતર તકાતા તમંચાથી થાક્યો. ન છૂટી શકાતું, ન બંધાયલો છું; હું શ્વાસોના કાયમ સકંજાથી થાક્યો. – ભગવતીકુમાર શર્મા સજાની હવે કેટલી રાહ જોવી ? દલીલો-તહોમત-પુરાવાથી થાક્યો. ક્ષમા તો કરી દીધી છે ક્યારની મેં; છતાં મોકલાતા...
redirect type
0 (-)
block type
0 (no issues)
detected language
126 (language undetectable (empty document, too short, or engines disagree))
category id
Pozostałe (16)
index version
1
spam phrases
0
text nonlatin
4439
text cyrillic
0
text characters
3441
text words
2150
text unique words
369
text lines
393
text sentences
73
text paragraphs
4
text words per sentence
29
text matched phrases
0
text matched dictionaries
0
links self subdomains
0
links other subdomains
0
links other domains
2 - roulette2.com
links spam adult
0
links spam random
0
links spam expired
0
links ext activities
0
links ext ecommerce
0
links ext finance
0
links ext crypto
0
links ext booking
0
links ext news
0
links ext leaks
0
links ext ugc
28 - s0.wp.com, wp.me, s1.wp.com, wordpress.com, kashbaby13.wordpress.com
links ext klim
0
links ext generic
0
dol status
0
dol updated
2026-03-09 17:45:46
rss status
32 (unknown)
rss found date
2025-04-19 22:12:33
rss size orig
22865
rss items
10
rss spam phrases
0
rss detected language
126 (language undetectable (empty document, too short, or engines disagree))
inbefore feed id
-
inbefore status
0 (new)
sitemap path
sitemap status
10 (sitemap found, awaiting processing)
sitemap review version
2
sitemap urls count
0
sitemap urls adult
0
sitemap filtered products
0
sitemap filtered videos
0
sitemap found date
2025-04-19 22:12:33
sitemap process date
-
sitemap first import date
-
sitemap last import date
-