id
processing priority
4
site type
3 (personal blog or private political site, e.g. Blogspot, Substack, also small blogs on own domains)
review version
11
html import
20 (imported)
first seen date
2024-10-30 08:50:27
expired found date
-
created at
2024-10-30 08:50:26
updated at
2025-11-07 04:11:05
length
23
crc
27001
tld
2211
nm parts
0
nm random digits
0
nm rare letters
0
is subdomain of id
13642151 (wordpress.com)
previous id
0
replaced with id
0
related id
-
dns primary id
0
dns alternative id
0
lifecycle status
0 (unclassified, or currently active)
deleted subdomains
0
page imported products
0
page imported random
0
page imported parking
0
count skipped due to recent timeouts on the same server IP
0
count content received but rejected due to 11-799
0
count dns errors
0
count cert errors
0
count timeouts
0
count http 429
0
count http 404
0
count http 403
0
count http 5xx
0
next operation date
-
server bits
—
server ip
-
mp import status
20
mp rejected date
-
mp saved date
-
mp size orig
354472
mp size raw text
43895
mp inner links count
14
mp inner links status
10 (links queued, awaiting import)
title
ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં
description
આપણો ધંધો...આપણી ભાષામાં !
site name
ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં
author
updated
2026-03-07 18:06:52
raw text
ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં « આપણો ધંધો…આપણી ભાષામાં ! ઇન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં આપણો ધંધો…આપણી ભાષામાં ! શોધો મુખ્ય પૃષ્ઠ પોસ્ટ સંશોધક ← Older posts ઇનોવેટિવ આઈડિયા-યુક્ત હિન્દી ફિલ્મ: ‘આંદામાન’ નવેમ્બર 22 એક ગામઠી, ગેમ-ચેન્જર અને જબરદસ્ત ઇનોવેટિવ આઈડિયા-યુક્ત એક સોશિયલ સંદેશો આપતી હિન્દી ફિલ્મ આવી છે: ‘આંદામાન’ . ગામઠી એટલા માટે કે કહાની અલબત્ત ગામડાની છે. અને ગેમ-ચેન્જર એટલા માટે કે તેની ડાયરેક્ટર સ્મિતા સિંઘે તેને પ્રમોટ કરવા મસ્ત,જબ્બરદસ્ત વાઇરલ આઈડિયા દોડાવ્યો છે. અને ઇનોવેટિવ એટલા માટે કે જોનાર દરેક પ્રેક્ષકને તેમાંથી કમાણી કરવાની તક પણ આપવામાં આવી છે. આ રીતે… ૧. તે ફિલ્મ જોનાર દરેક પોતે ખુદને એક હીરો તરીકે જોવાનો છે અને તેનો સોશિયલ જવાબ આપવાનો છે. ૨. આ ફિલ્મ જોવા માટે પહેલા તો માત્ર રૂ. ૪૫/- ની ટિકિટ લઇ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર તેને માણવાની છે. પછી તેને પ્રમોટ કરવા માટે તે ફિલ્મ તરફથી મળતી સ્પોન્સર્ડ લિંકને વિવિધ પ્રકારના સોશિયલ મીડિયાઝ (વોટ્સએપ તો ખાસ હોં) પર પ્રમોટ કરવાની છે.૩. લિંક પરથી ટિકિટ ખરીદનારમાંથી રૂ.૧૫/-નું કમિશન સીધેસીધું Pa...
redirect type
31 (document.location)
block type
0 (no issues)
detected language
126 (language undetectable (empty document, too short, or engines disagree))
category id
Pozostałe (16)
index version
1
spam phrases
0
text nonlatin
29390
text cyrillic
0
text characters
21946
text words
13488
text unique words
1128
text lines
913
text sentences
444
text paragraphs
188
text words per sentence
30
text matched phrases
0
text matched dictionaries
0
links self subdomains
0
links other subdomains
links other domains
11 - gum.co, bit.ly, eepurl.com, gumroad.com, qr.ae, gujaratilexicon.com, bhagwadgomandal.com
links spam adult
0
links spam random
0
links spam expired
0
links ext activities
0
links ext ecommerce
15 - amzn.to
links ext finance
0
links ext crypto
0
links ext booking
0
links ext news
0
links ext leaks
0
links ext ugc
36 - s0.wp.com, wp.me, secure.gravatar.com, s1.wp.com, wordpress.com, facebook.com, youtube.com, twitter.com
links ext klim
0
links ext generic
0
dol status
0
dol updated
2026-03-07 18:06:52
rss status
32 (unknown)
rss found date
2024-10-30 08:50:27
rss size orig
22407
rss items
10
rss spam phrases
0
rss detected language
126 (language undetectable (empty document, too short, or engines disagree))
inbefore feed id
-
inbefore status
0 (new)
sitemap path
sitemap status
40 (completed successful import of reports.txt file to table in_pages)
sitemap review version
2
sitemap urls count
216
sitemap urls adult
0
sitemap filtered products
0
sitemap filtered videos
0
sitemap found date
2024-10-30 08:50:28
sitemap process date
2025-01-27 20:07:35
sitemap first import date
-
sitemap last import date
2025-11-07 04:11:05