id
processing priority
4
site type
3 (personal blog or private political site, e.g. Blogspot, Substack, also small blogs on own domains)
review version
11
html import
20 (imported)
first seen date
2025-04-27 01:20:16
expired found date
-
created at
2025-04-27 01:20:16
updated at
2025-04-27 01:25:05
length
22
crc
9687
tld
2211
nm parts
0
nm random digits
0
nm rare letters
0
is subdomain of id
13642151 (wordpress.com)
previous id
0
replaced with id
0
related id
-
dns primary id
0
dns alternative id
0
lifecycle status
0 (unclassified, or currently active)
deleted subdomains
0
page imported products
0
page imported random
0
page imported parking
0
count skipped due to recent timeouts on the same server IP
0
count content received but rejected due to 11-799
0
count dns errors
0
count cert errors
0
count timeouts
0
count http 429
0
count http 404
0
count http 403
0
count http 5xx
0
next operation date
-
server bits
—
server ip
-
mp import status
20
mp rejected date
-
mp saved date
-
mp size orig
145309
mp size raw text
28418
mp inner links count
28
mp inner links status
10 (links queued, awaiting import)
title
Coffee Table
description
‘દુનિયાના ભલા માટે નહિ, મજા પડે એ માટે લખો. લેખન એ કોઈ સિરિયસ પ્રોસેસ નથી. ઇટ્સ જોય એન્ડ સેલિબ્રેશન’ – રે બ્રેડબરી
site name
Coffee Table
author
updated
2026-03-04 10:44:11
raw text
Coffee Table – ‘દુનિયાના ભલા માટે નહિ, મજા પડે એ માટે લખો. લેખન એ કોઈ સિરિયસ પ્રોસેસ નથી. ઇટ્સ જોય એન્ડ સેલિબ્રેશન’ – રે બ્રેડબરી કંટેન્ટ પર જાઓ મેનુ Coffee Table ‘દુનિયાના ભલા માટે નહિ, મજા પડે એ માટે લખો. લેખન એ કોઈ સિરિયસ પ્રોસેસ નથી. ઇટ્સ જોય એન્ડ સેલિબ્રેશન’ – રે બ્રેડબરી Posted in ડો. આઇ.કે.વીજળીવાળ ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે! Posted on 27/11/2024 by Mukesh Patil ‘હવે શું થશે?’ આ એક જ પ્રશ્ન બધાના મનમાં ઘુમરાતો હતો. દરેકના કાનમાં વગર બોલ્યે પણ આ સવાલ પડઘાતો હતો. અનિશ્ચતતાના ઓછાયા નીચે પસાર થતો સમય આફતના કાળ કરતાં પણ દુષ્કર હોય છે. થાકીને લોથ થઇ ગયેલાં ચરણોને મંજિલ નજીક લાગતી હોય ત્યાં જ આડો હિમાલય જેવો પર્વત ઊભો થઇ જાય તેવો જ કંઇક પ્રસંગ અમારા ઘરમાં બન્યો હતો. હવે શું થશે? – એ પ્રશ્ન સિવાય ઘરમાં જાણે કોઇનું અસ્તિત્વ જ નહોતું. ઘરનાં એક ખુણેથી બીજા ખૂણે આ સવાલ જાણે ચલકચલાણું રમીને પોતાની હાજરીની સતત પ્રતીતિ કરાવતો હતો. વાત એમ બની હતી કે મને મેડીકલ કોલેજમાં એડમિશન મળી ગયાનો કાગળ આવ્યો હતો ! આમ તો આવો કાગળ મળવો એ એક અતિ આનંદની ઘટના જ કહેવાય. એક ગરીબ છાપાવા...
redirect type
0 (-)
block type
0 (no issues)
detected language
126 (language undetectable (empty document, too short, or engines disagree))
category id
index version
1
spam phrases
0
text nonlatin
20580
text cyrillic
0
text characters
13525
text words
9144
text unique words
905
text lines
312
text sentences
321
text paragraphs
88
text words per sentence
28
text matched phrases
0
text matched dictionaries
0
links self subdomains
0
links other subdomains
links other domains
0
links spam adult
0
links spam random
0
links spam expired
0
links ext activities
0
links ext ecommerce
0
links ext finance
0
links ext crypto
0
links ext booking
0
links ext news
0
links ext leaks
0
links ext ugc
29 - s0.wp.com, wp.me, s1.wp.com, facebook.com, wordpress.com
links ext klim
0
links ext generic
0
dol status
0
dol updated
2026-03-04 10:44:11
rss status
32 (unknown)
rss found date
2025-04-27 01:20:18
rss size orig
56837
rss items
10
rss spam phrases
0
rss detected language
126 (language undetectable (empty document, too short, or engines disagree))
inbefore feed id
-
inbefore status
0 (new)
sitemap path
sitemap status
1 (priority 1 already searched, no matches found)
sitemap review version
2
sitemap urls count
0
sitemap urls adult
0
sitemap filtered products
0
sitemap filtered videos
0
sitemap found date
-
sitemap process date
-
sitemap first import date
-
sitemap last import date
-