id
processing priority
4
site type
3 (personal blog or private political site, e.g. Blogspot, Substack, also small blogs on own domains)
review version
11
html import
20 (imported)
first seen date
2025-01-28 20:49:21
expired found date
-
created at
2025-01-28 20:49:21
updated at
2025-07-18 07:48:28
length
26
crc
65252
tld
2211
nm parts
0
nm random digits
0
nm rare letters
0
is subdomain of id
13642151 (wordpress.com)
previous id
0
replaced with id
0
related id
-
dns primary id
0
dns alternative id
0
lifecycle status
0 (unclassified, or currently active)
deleted subdomains
0
page imported products
0
page imported random
0
page imported parking
0
count skipped due to recent timeouts on the same server IP
0
count content received but rejected due to 11-799
0
count dns errors
0
count cert errors
0
count timeouts
1
count http 429
0
count http 404
0
count http 403
0
count http 5xx
0
next operation date
2025-03-26 07:13:52
server bits
—
server ip
-
mp import status
20
mp rejected date
-
mp saved date
-
mp size orig
265911
mp size raw text
42453
mp inner links count
3
mp inner links status
10 (links queued, awaiting import)
title
જરા અમથી વાત ...પ્રીતિના મનની અટારીએથી ..
description
કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!
site name
જરા અમથી વાત ...પ્રીતિના મનની અટારીએથી ..
author
updated
2026-03-08 02:51:12
raw text
જરા અમથી વાત …પ્રીતિના મનની અટારીએથી .. – કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ …!!!!મારી કલમથી …!!! કંટેન્ટ પર જાઓ જરા અમથી વાત …પ્રીતિના મનની અટારીએથી .. મેનુ About કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ …!!!!મારી કલમથી …!!! શેગાંવ યાત્રા ભાગ: 4 17 ઓક્ટોબર 2024 17 ઓક્ટોબર 2024 preeti tailor Leave a comment આજે છેલ્લો દિવસ. પણ અહીં નિયમ પ્રમાણે ત્રણ જ દિવસ એક વ્યક્તિ રૂમ રાખી શકે એટલે બીજા ચાર વ્યક્તિના નામે નવેસરથી રજીસ્ટ્રેશન કરાવી ચાર નંબરની બિલ્ડિંગમાં ઉપરના અમારે ચાર રૂમ મળ્યા. અહીં સમારકામ ચાલતું હશે એટલે નળ ફુવારા બંધ હોય એવું લાગ્યું. પણ રૂમોમાં તો એટલી જ સરસ સગવડ હતી. આજે પ્રસાદાલયમાં ચા નાસ્તો કરી ફરી ગજાનન મહારાજના દર્શન કરવા જવાનું હતું. ત્યાંથી આશ્રમની બસમાં બેસી શેગાંવ મંદિર પહોંચ્યા. આજે નિરાંતનો દિવસ હતો. એવી જ રીતે ધીરજ અને પ્રતીક્ષા નો પણ. અહીં ગુરુવારે ખૂબ જ ભીડ રહે છે એનું પ્રમાણ અમને લાઈનની લંબાઈ જોતા જ મળી ગયું. બહુ જ વ્યવસ્થિત સંપૂર્ણ વાતાનુકૂલિત બેસવાની વ્યવસ્થા સાથે બે થી ત્રણ કિલોમીટર લાઈનમાં ...
redirect type
31 (document.location)
block type
0 (no issues)
detected language
0 (awaiting analysis)
category id
Pozostałe (16)
index version
1
spam phrases
0
text nonlatin
31426
text cyrillic
0
text characters
20946
text words
13926
text unique words
859
text lines
331
text sentences
731
text paragraphs
74
text words per sentence
19
text matched phrases
0
text matched dictionaries
0
links self subdomains
0
links other subdomains
links other domains
3 - webgurjari.in, wordads.co
links spam adult
0
links spam random
0
links spam expired
0
links ext activities
0
links ext ecommerce
0
links ext finance
0
links ext crypto
0
links ext booking
0
links ext news
0
links ext leaks
0
links ext ugc
46 - s0.wp.com, wp.me, secure.gravatar.com, s1.wp.com, wordpress.com, mitpatil.wordpress.com, jjkishor.wordpress.com, shabdonusarjan.wordpress.com, nabhakashdeep.wordpress.com, akshitarak.wordpress.com, parisoni21ps.wordpress.com, pravinshastri.wordpress.com, facebook.com
links ext klim
0
links ext generic
0
dol status
0
dol updated
2026-03-08 02:51:12
rss status
32 (unknown)
rss found date
2025-01-28 20:49:23
rss size orig
97462
rss items
10
rss spam phrases
0
rss detected language
126 (language undetectable (empty document, too short, or engines disagree))
inbefore feed id
-
inbefore status
0 (new)
sitemap path
sitemap status
40 (completed successful import of reports.txt file to table in_pages)
sitemap review version
2
sitemap urls count
829
sitemap urls adult
0
sitemap filtered products
0
sitemap filtered videos
0
sitemap found date
2025-01-28 20:49:25
sitemap process date
2025-03-28 13:25:42
sitemap first import date
-
sitemap last import date
2025-07-18 07:48:28